
જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) જામનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ 16 હજાર ગુણીની આવક થઈ હતી. જગ્યાના અભાવે નવી મગફળીની આવક બંધ રાખવામાં આવી છે. હરરાજીમાં નવ નંબરની મગફળીની સૌથી વધુ રૂ.1735 સુધીના ભાવે સોદા થયા હતા. તો કપાસ, લસણ અને સોયાબીનની આવક વધુ રહી હતી.
હાપા યાર્ડમાં સૌથી વધુ મગફળીની સોળ હજાર ગુણી હરરાજીમાં આવી હતી. હાલ યાર્ડ વિભાગ દ્વારા જગ્યાના અભાવે મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જેમાં જીણી મગફળીની રૂ.900થી 1290 તેમજ જાડી મગફળીની 860થી 1170 તેમજ 66 નંબરની મગફળીના રૂ.1000થી 1330 અને 9 નંબરની મગફળીના રૂ.1100થી 1735 સુધીના ભાવે સોદા થયા હતા.
તો કપાસની 14100 મણની આવક થઈ હતી. જેના રૂ.1000થી 1490 સુધીના ભાવે સોદા થયા હતા. તો લસણની 3873 મણની જેનો ભાવ રૂ.540થી 1295 અને સોયાબીનની 2095 મણની અને રૂ.700થી 910 સુધીના ભાવે સોદા થયા હતા.
તો અન્ય જણસીમાં બાજરીના 83, ઘઉંના 695, જીરૂ 2826, અજમો 1078, અજમાની ભુસી 1631, મરચા 143, સુકી ડુંગળી 970 અને વટાણાની 18 મણની આવક થઈ હતી. હાપા યાર્ડમાં ખેડૂતોને તેની જણસીના ભાવ સારા મળતા હોવાથી જુદા જુદા જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાની જળસીના વેચાણ અર્થે આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt