સિદ્ધપુરમા સમ્રાટ સિંગ સેન્ટરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલાયો
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં સમ્રાટ સિંગ સેન્ટરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. બે આરોપીઓને ઝડપી અને તેમના પાસેથી ચોરીનો સમગ્ર મુદ્દામાલ રિકવર કરીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી. આ ગુનો 19 નવેમ્બર 20
સિદ્ધપુરમા સમ્રાટ સિંગ સેન્ટરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલાયો


સિદ્ધપુરમા સમ્રાટ સિંગ સેન્ટરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલાયો


પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં સમ્રાટ સિંગ સેન્ટરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. બે આરોપીઓને ઝડપી અને તેમના પાસેથી ચોરીનો સમગ્ર મુદ્દામાલ રિકવર કરીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી.

આ ગુનો 19 નવેમ્બર 2025ના રોજ નોંધાયો હતો, જેને ઉકેલવા માટે સિદ્ધપુર પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદ લીધી હતી. નાયબ પોલીસ ઉપાધિકારી કે.કે. પંડ્યા તથા પીઆઈ જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.આર. શુક્લાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે ઉભેલા બે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી તેમની પૂછપરછ કરતાં તેમણે ગુનાની કબૂલાત કરી. આરોપીઓએ 18 નવેમ્બરની રાત્રે દુકાનનું તાળું તોડી અંદરથી રૂપિયા 15,200ની ચોરી કર્યાની માહિતી આપી.

લલિતભાઈ દશરથભાઈ પરમાર પાસેથી રૂપિયા 10,000 અને કરણજી રતુજી ઠાકોર પાસેથી રૂપિયા 5,200 તથા કિંમત રૂપિયા 5,000નો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande