માધવપુર હેચરી ખાતે ગ્રીન સી ટર્ટલના 32 બચ્ચાઓને દરિયામાં છોડવામાં આવ્યાં.
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) જળચર જીવસૃષ્ટિ તથા દરિયાકાંઠાના પ્રકૃતિ સંરક્ષણને વેગ આપવા માધવપુર હેચરી ખાતે આજે ગ્રીન સી ટર્ટલના 32 બચ્ચાઓનું દરિયામા સફળતાપુર્વક છોડવામાં આવ્યાં હતાં.આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,જિલ્લા વિકાસ અધિકારી બી
માધવપુર હેચરી ખાતે ગ્રીન સી ટર્ટલના 32 બચ્ચાઓને દરિયામાં છોડવામાં આવ્યાં.


પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) જળચર જીવસૃષ્ટિ તથા દરિયાકાંઠાના પ્રકૃતિ સંરક્ષણને વેગ આપવા માધવપુર હેચરી ખાતે આજે ગ્રીન સી ટર્ટલના 32 બચ્ચાઓનું દરિયામા સફળતાપુર્વક છોડવામાં આવ્યાં હતાં.આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, રાણાવાવના રેન્જ ફોરેસ્ટ ઑફિસર સામતભાઈ ભમ્મર, ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ,જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી, પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

હેચરી દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સમુદ્રી કાચબાઓના સંરક્ષણ માટે સતત કાર્ય થાય છે, જેમાં ઈંડા સંરક્ષણ, બચ્ચાઓની દેખરેખ, અને યોગ્ય સમયે દરિયામાં છોડવામાં જેવી મહત્વપૂર્ણ કામગીરીનો સમાવેશ થાય છે. આ પ્રયાસો દરિયાઈ પર્યાવરણને સમર્થ બનાવવા અને દુર્લભ સમુદ્રી જીવસૃષ્ટિને સુરક્ષિત રાખવા મહત્વપૂર્ણ સાબિત થાય છે.

આજે દરિયામાં છોડવામાં આવેલા ગ્રીન સી ટર્ટલના બચ્ચાઓ પોતાના સ્વાભાવિક દરિયાઈ પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે, જે સ્થાનિક સંરક્ષણ કાર્યને વધુ બળ અને પ્રેરણા આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande