વરાછામાં મોટી દુર્ઘટના ટળી: એમ્બ્રોઈડરી મશીન ઉતારતી વખતે ક્રેન ઊંડા ખાડામાં ખાબકી, ડ્રાઈવરનો જાન બચ્યો
સુરત, 19 નવેમ્બર (હિ.સ.) સુરતના વરાછા વિસ્તારમાં બુધવાર, 19 નવેમ્બરે એક ગંભીર અકસ્માત ટળી ગયો હતો. અંકુર સોસાયટી નજીક આવેલી દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરી મશીન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ઉપયોગમાં લેવાયેલી ભારે ભરખમ ક્રેન અચાનક રોડ
ક્રેન ઊંડા ખાડામાં ખાબકી


સુરત, 19 નવેમ્બર (હિ.સ.) સુરતના વરાછા વિસ્તારમાં બુધવાર, 19 નવેમ્બરે એક ગંભીર અકસ્માત ટળી ગયો હતો. અંકુર સોસાયટી નજીક આવેલી દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરી મશીન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ઉપયોગમાં લેવાયેલી ભારે ભરખમ ક્રેન અચાનક રોડ પાસે ખોદાયેલા ઊંડા ખાડામાં ધસી ગઈ હતી. કોઈ જાનહાનિ થઇ નથી.

મોટા એમ્બ્રોઈડરી મશીનને ઉતારવા ખાસ બોલાવવામાં આવેલી ક્રેન પ્રક્રિયા દરમિયાન જ કંપનીની એક દીવાલ અચાનક ધરાશાયી થઈ. દીવાલ ધરાશાયી થતાં ક્રેનનું સંતુલન બગડ્યું અને એક બાજુનો સપોર્ટ તૂટી જતા ક્રેન સીધી જ બાંધકામ માટે બનાવેલા ખાડામાં પટકાઈ પડી. ખાડો અત્યંત ઊંડો હોવાને કારણે ક્રેન લગભગ પૂરી અંદર સુધી ખસી ગઈ.

હાલતમાં સૌથી મોટી રાહત એ રહી કે ક્રેન ડ્રાઈવરે સમયે જ કૂદીને પોતાનો જીવ બચાવી લીધો. ઘટનાસ્થળે તાત્કાલિક ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ અને સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. ક્રેનને ખાડામાંથી બહાર કાઢવા હવેથી મોટી મશીનરીની મદદ લેવામાં આવી રહી છે.

આ અકસ્માત બાદ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે કન્સ્ટ્રક્શન સાઇટ પર પૂરતી સલામતી વ્યવસ્થાઓ નહોતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા નિયમોનું પાલન થયું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande