જૂનાગઢથી ચોરી થયેલ રીક્ષા પોરબંદરથી ઝડપાઇ.
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક રીક્ષા ચાલક છળકપટ અથવા ચોરી કરેલી રીક્ષા લઇ ગાયત્રી મંદિર પાસે આવી રહ્યો હોવાની બાતમી મળી હતી જેથી બાતમીના આધારે અધિકારીઓએ વોચ ગોઠવી રીક્ષા ચાલકને
જૂનાગઢથી ચોરી થયેલ રીક્ષા પોરબંદરથી ઝડપાઇ.


પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક રીક્ષા ચાલક છળકપટ અથવા ચોરી કરેલી રીક્ષા લઇ ગાયત્રી મંદિર પાસે આવી રહ્યો હોવાની બાતમી મળી હતી જેથી બાતમીના આધારે અધિકારીઓએ વોચ ગોઠવી રીક્ષા ચાલકને રોકી વધુ પૂછપરછ કરી હતી. ચાલકે તેનું નામ વિકી બટુકભાઈ મકવાણા જણાવ્યું હતું. રીક્ષા વિષે ગુજકોપમાં સર્ચ કરતા રીક્ષા બાબતે જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનું જાણવા મળતા રીક્ષા ચાલકની અટક કરી એલ.સી.બી. ઓફિસે વધુ પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે આ રીક્ષા તેના ભાઈ ઉમેશ સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande