મઢુંત્રા ખાતે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું ગણિત–વિજ્ઞાન–પર્યાવરણ પ્રદર્શન યોજાયું .
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકાની મઢુંત્રા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું ગણિત–વિજ્ઞાન–પર્યાવરણ પ્રદર્શન મઢુંત્રા પે. સેન્ટર શાળામાં યોજાયું હતું. પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પ્રમુખ કંકુબેન પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી
મઢુંત્રા ખાતે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું ગણિત–વિજ્ઞાન–પર્યાવરણ પ્રદર્શન યોજાયું .


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકાની મઢુંત્રા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું ગણિત–વિજ્ઞાન–પર્યાવરણ પ્રદર્શન મઢુંત્રા પે. સેન્ટર શાળામાં યોજાયું હતું.

પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પ્રમુખ કંકુબેન પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયરામ વઢેર, ડાયટ પાટણના લાયઝન અધિકારી, સંગઠનના હોદ્દેદારો, માર્ગદર્શક શિક્ષકો તથા સી.આર.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજન મઢુંત્રા પે. સેન્ટર શાળાના આચાર્ય, સમગ્ર સ્ટાફ અને સી.આર.સી. ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande