

અંબાજી 19 નવેમ્બર (હિ.સ) યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા સંસ્કૃત મહાવિધાલય માં હવેટેમ્પલ મેનેજમેન્ટ પાઠ ભણાવવા માં આવશે અંબાજી ની આ સંસ્કૃતિ મહાવિદ્યાલય માં ટેમ્પલ મેનેજમેન્ટ ના કોર્સ નો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં વિશેષ અતિથિ રૂપે અંબાજી ગામના સરપંચ કલ્પના દવે તેમજ શ્રીઅંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય ના પ્રધાનાચાર્ય હિંમતલાલ દવે એ સભામંચ પર ઉપસ્થિત રહી કાર્યક્રમ નો પ્રારંભ દીપપ્રાગટ્ય અને સરસ્વતી પૂજન સાથે થયો. શુભારંભ કરાવ્યો હતો કાર્યક્ર્મ ના અધ્યક્ષ તથા મંચસ્થ મહાનુભાવો નું સ્વાગત કરવા માં આવ્યું. પાર્થ ગુરૂજી દ્વારા Temple Management course ની માહિતી પ્રસ્તાવના રૂપે પ્રસ્તુત કરવામાં આવી. આ કોર્ષ 1 વર્ષ નો છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી-વેરાવળ દ્વારા માન્ય આ કોર્ષ જ્ઞાનપ્રદ છે. તમામ મિત્રોએ આ કોર્ષ માં જોડાવવું જોઈએ તેમ સંસ્કૃત પાઠશાળા ના પ્રધાનાચાર્ય એ તેમના ઉદબોધન માં જણાવવા માં આવ્યું. ત્યારબાદ આ વર્ષે કોર્ષમાં જોડાયેલ 26 મિત્રોનું મંચસ્થ મહાનુભાવો દ્વારા સ્વાગત-અભિનંદન કરવામાં આવ્યું. અંતે અધ્યક્ષીય વકતવ્ય ના ભાગરૂપે વિદ્યા નું સ્થાન સર્વોચ્ચ છે. પાઠશાળા સંસ્કૃત અને સંસ્કૃતિ ની પરબ છે. અદ્યતન સુવિધા યુક્ત સુંદર ભવન માં સંસ્કૃત અને સનાતની સંસ્કૃતિ ના જતન માટે નવા નવા શૈક્ષણિક પ્રકલ્પો સ્થાપી વ્યક્તિત્વનિર્માણ , સામાજીક કલ્યાણ અને સ્વરાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવના કેળવાય તેવા ઉમદા હેતુઓ થી તમામ લોકો આ સંસ્થા સાથે વધારે થી વધારે સંખ્યા માં જોડાઈ સમાજ ને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. ત્યારબાદ મંદિર વ્યવસ્થાપન કોર્ષ માં જોડાયેલ 26 મિત્રો ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી કૌશિક મોદી એ બોધપ્રદ વકતવ્ય થી તમામ ઋષિકુમારો ને સંબોધિત કર્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ