
ભાવનગર, 19 નવેમ્બર (હિ.સ.) ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને વિશાળ સ્તરના અપગ્રેડેશન કાર્યને કારણે 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. તેના પરિણામે ભાવનગર મંડળની કેટલીક ટ્રેનો પર અસર પડશે. બદલાયેલા માર્ગથી દોડનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ તાત્કાળ અસરથી 12 ડિસેમ્બર, 2025 સુધી બદલાયેલા માર્ગ વડે ફુલેરા–રીંગસ–રેવાડી સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાશે.
2. પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 20937 પોરબંદર–દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 9 ડિસેમ્બર, 2025 સુધી બદલાયેલા માર્ગ વડે ફુલેરા–રીંગસ–રેવાડી સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાશે.
3. દિલ્લી સરાય રોહિલ્લાથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 20938 દિલ્લી સરાય રોહિલ્લા–પોરબંદર એક્સપ્રેસ 24 નવેમ્બર, 2025 થી 8 ડિસેમ્બર, 2025 સુધી બદલાયેલા માર્ગ વડે રેવાડી–રીંગસ–ફુલેરા સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર રોકાશે.
4. 25 નવેમ્બર, 2025 ના રોજ અયોધ્યા કૅન્ટથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 19202 અયોધ્યા કૅન્ટ–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ બદલાયેલા માર્ગ વડે ભરતપુર–કોટા–આણંદ–અમદાવાદ–વીરમગામ સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન સવાઈ માધોપુર, કોટા, ભવાની મંડી, શામગઢ, નાગદા, રતલામ, દાહોદ, ગોધરા અને આણંદ સ્ટેશનો પર રોકાશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ