સિદ્ધપુરમાં ‘સમ્રાટ સિંગ સેન્ટર’ દુકાનમાંથી રાત્રે રૂ.15200 રોકડની ચોરી, સીસીટીવીમાં કેદ
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ ‘સમ્રાટ સિંગ સેન્ટર’ દુકાનમાં ગત રાત્રી ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ દુકાનમાંથી રૂ. 15,200ની રોકડ રકમ ઉઠાવી લીધી હતી, અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. દુકાનના માલિક ચંદુભાઈ ર
સિદ્ધપુરમાં ‘સમ્રાટ સિંગ સેન્ટર’ દુકાનમાંથી રાત્રે 15000 રોકડની ચોરી, સીસીટીવીમા કેદ


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ ‘સમ્રાટ સિંગ સેન્ટર’ દુકાનમાં ગત રાત્રી ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ દુકાનમાંથી રૂ. 15,200ની રોકડ રકમ ઉઠાવી લીધી હતી, અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

દુકાનના માલિક ચંદુભાઈ રામનદાસ પોહાણી (સિંધી), જેઓ મારુતિ બેંગલોઝમાં રહે છે, તેમણે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેઓએ જણાવ્યું કે, ગતરોજ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને આજે સવારે દુકાન ખોલતા શટરનો ખૂણો ઊંચો જોવા મળ્યો.

પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને CCTV ફૂટેજ મેળવ્યું, જેમાં તસ્કરો સ્પષ્ટપણે દેખાયા છે. ચોરીનો ગુનો નોંધાઈ ચુક્યો છે અને તસ્કરોને પકડવા માટે તપાસ ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande