
ગોધરા, 19 નવેમ્બર (હિ.સ.) ભારત વિકાસ પરિષદ ગોધરા દ્વારા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિત્તે દાહોદ રોડ ઉપર પરવડી ચોકડી પર ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા મૂકવા માટેની મંજૂરી માટેની આદિવાસી વિકાસ ફાઉન્ડેશન આપેલ દરખાસ્તને વહેલી તકે મંજૂર થાય તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા આજરોજ માનનીય જિલ્લા સમાહર્તા ને એક આવેદનપત્ર ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભવાનીશંકર ત્રિપાઠી વિભાગ મંત્રી અરવિંદસિંહ સિસોદિયા તથા પ્રકાશ દીક્ષિત વિનાયક શુક્લ, દેવલ શાહ, મદનમોહનસિંહ વિનયપાલસિંહ અર્પિત જોશી કૃણાલ શાહ અને અન્ય સભ્યો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ