

ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ધ ગાંધીનગર એક્સ સર્વિસમેન વેલ્ફેર એસોસિએસનનુ ૩૫મુ વાર્ષિક સમ્મેલન યોજાયું હતું. આ સમ્મેલનમાં શહીદોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ અને શહીદોના ધર્મપત્નીઓનું સન્માન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ સૈનિકોના બાળકો જે ઉચ્ચ અભ્યાસમાં પ્રથમ/દ્વિતીય/તૃતીય આવનાર ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.
ગુજરાત એક્સ સર્વીસીસ લીગ સાથે સંલગ્ન ગુજરાતના જિલ્લાઓના સંગઠન પ્રમુખ તથા કારોબારી સભ્યોને પણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમ્મેલનમાં મેયર મીરાબેન પટેલ તથા પૂર્વ મેયર પ્રેમલસિંહ ગોલ, એર વાઇસ માર્શલ જી.એસ.ભુલ્લર, VM(G), SOA, SWAC IAF, બ્રીગેડીયર ઇંદ્ર મોહન સિંહ (નિવ્રુત), પ્રમુખ ઇંડીયન એક્સ સર્વીસીસ લીગ, નવી દીલ્હી, બ્રીગેડીયર જે.પી. અંકલેસરીયા VSM (નિવ્રુત) પ્રમુખશ્રી, ગુજરાત એક્સ સર્વીસીસ લીગ, અમદાવાદ, બ્રીગેડીયર રાજેશ કુમાર, બ્રીગેડ કમાંડર, 85 ઇંન્ફેટરી બ્રીગેડ ઉપરાંત જવાનો તથા તેના પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ