સિદ્ધપુર તાલુકાના સેહસા ગામે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના હેઠળ ખેડૂત તાલીમ શિબિરનું આયોજન
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના સેહસા ગામે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના હેઠળ ખેડૂત તાલીમ શિબિરનું આયોજન સિદ્ધપુર ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડાના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પાક, જમીન તથા રોગ વ્ય
સિદ્ધપુર તાલુકાના સેહસા ગામે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના હેઠળ ખેડૂત તાલીમ શિબિરનું આયોજન


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના સેહસા ગામે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના હેઠળ ખેડૂત તાલીમ શિબિરનું આયોજન સિદ્ધપુર ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડાના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પાક, જમીન તથા રોગ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું.

તાલીમ દરમિયાન વૈજ્ઞાનિકોએ દીવેલા (એરંડા), રજકા અને ઘઉંના પાક માટે યોગ્ય વાવણી સમય વિશે માહિતી આપી. તેમજ રાજુભાઈ ચૌધરીએ પાકમાં થતી રોગ-જીવાતો તથા તેના અસરકારક નિયંત્રણ અંગે વિસ્તૃત સમજણ આપી.

કાર્યક્રમમાં તાલુકા અમલીકરણ અધિકારી હિરેન પટેલ, વિસ્તરણ અધિકારી વિપુલ પરમાર તથા ગામના સરપંચ-ઉપસરપંચ સહિત મોટા પ્રમાણમાં ખેડૂતોની હાજરી રહી. આ તાલીમથી દીવેલા અને રજકાના પાક અંગે નવી વૈજ્ઞાનિક જાણકારી મળવાથી ખેડૂતોને ઉત્પાદન અને ગુણવત્તા વધારવામાં સહાય મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande