જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા પ્રાચી ખાતે આયુષ મેળો યોજાશે
ગીર સોમનાથ, 19 નવેમ્બર (હિ.સ.) : આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળા-૨૦૨૫નું આયોજન કરાયું છે. જિલ્લા પંચ
જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા પ્રાચી ખાતે આયુષ મેળો યોજાશે


ગીર સોમનાથ, 19 નવેમ્બર (હિ.સ.) : આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળા-૨૦૨૫નું આયોજન કરાયું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને પ્રાચી ખાતે તા. 19 નવેમ્બરના રોજ સવારે ૯.૩૦ થી ૫.૦૦ કલાક સુધી કારડિયા સમાજની વાડી, માધવરાય મંદિર પાસે આયુષ મેળો યોજાશે.

આ આયુષ મેળામાં પંચકર્મની વિવિધ સારવાર અંગેની સરળ ભાષામાં સમજણ આપવામાં આવશે તેમજ જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા આપવામાં આવશે તેમજ આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા નાડી તથા પ્રકૃતિ પરિક્ષણ કરવામાં આવશે.

રસોડાની ઔષધિઓ અને આ ઔષધિઓમાંથી બનતી વિવિધ વાનગીઓનું પ્રદર્શન યોજાશે તેમજ ગેસ, અપચો, કબજીયાત, શ્વાસ, એલર્જી, જૂની શરદી સહિતના રોગનું સારવાર અને નિદાન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande