
સોમનાથ,19 નવેમ્બર (હિ.સ.) સોમનાથ પોલીસ દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે થયેલ બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ, હોટેલ-ધાબા ચેકિંગ, અવાવરૂ સ્થળોના ચેકિંગ, રેલ્વે-બસ સ્ટેશન ચેકિંગ, મસ્જીદ મદરસા વગેરે સ્થળોએ ખુબ જ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરેલ અને તાજેતરમાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી ઇસમો પકડાયેલ હતા જેથી આ બાબતને ગંભીરતાથી લઇ જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવા આદેશ કરતા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ/ચેકીંગ દરમ્યાન મુસાફરખાનામાંથી વધુ બે શંકાસ્પદ વ્યક્તિઓ (એક મહીલા સહીત) મળી આવતા અટકાયત કરી બંનેની હાલ વિશેષ પુછપરછ ચાલુ છે.
શંકાસ્પદ વ્યક્તિઓના નામ,
(૧) મહમદસીદીક નજીરઆમદ મીર, ઉવ.૨૭, રહે. ભટ્ટપોરા, હયામા, જી.કુપવાડા, રાજય જમ્મુ કાશ્મીર
(૨) શબનમબેગમ વા/ઓ મહમદસીદીક નજીરઆમદ મીર ઉવ.૨૩, રહે.ભટ્ટપોરા, હયામા, જી.કુપવાડા, રાજય જમ્મુ કાશ્મીર
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ