સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં આત્મા પ્રોજેકટ અને કે.વી.કે ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંતર્ગત
સોમનાથ,19 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં આત્મા પ્રોજેકટ અને કે.વી.કે ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંતર્ગત મિતીયાજ સનાતન આશ્રમ ના સાનિધ્ય માં યોજાય ગયો જે સેમિનાર મા આત્મા પ્રોજેકટ ના વૈજ્ઞાનિક
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં


સોમનાથ,19 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં આત્મા પ્રોજેકટ અને કે.વી.કે ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંતર્ગત મિતીયાજ સનાતન આશ્રમ ના સાનિધ્ય માં યોજાય ગયો જે સેમિનાર મા આત્મા પ્રોજેકટ ના વૈજ્ઞાનિક બલદાણીયા સાહેબ, મનુ ચાવડા, માનસિંહ ચૌહાણ તેમજ આત્મા પ્રોજેકટ ના સ્ટાફ બહેનો મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ સામાજિક કાર્યકર લલિત વાળા ખેડૂત મંડળ ના શનિભાઈ બારડ જેસિગ સોસા, મોહન વાઢેળ તેમજ કોડીનાર તાલુકાના 6 ગામના ખેડૂતો એ બહોળી સંખ્યામાં હાજરી આપી

આત્મા પ્રોજેકટ ના વૈજ્ઞાનિક બલદાણીયા સાહેબ તેમજ મનુ ચાવડા એ ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો તેમજ મિતીયાજ ગામના યુવા સરપંચ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ ખેડૂતો ને પોતાના પરિવાર, બાળકો, ગામ ને શુદ્ધ ઓર્ગેનિક અનાજ, શાકભાજી ઉત્પાદન કરી ઓર્ગેનિક અનાજ શાકભાજી વધુ મા વધુ ઉત્પાદન કરવા અનુરોધ કરી, રાસાયણિક ખાતર દવા ના વધુ પડતા ઉપયોગથી કેન્સર જેવા ભયંકર રોગથી બચવા માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ ઢળવા આહવાન કર્યું હતું. સેમિનાર પુર્ણ થયા બાદ તમામ ખેડૂતો એ ભોજન લય આત્મા પ્રોજેકટ ના અધિકારી મનુભાઈ ચાવડા એ આભાર વિધિ કરી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande