
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પોરબંદર જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષા એથ્લેટીક્સ સ્પર્ધાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
હવે પોરબંદર જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા 22/11/2025 યોજાશે જે માટે રીપોર્ટીંગનો સમય સવારે 9:00 કલાકે રહેશે અને પોરબંદર મહાનગરપાલિકાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા 22/11/2025 ના રોજ યોજાશે તેમજ તેનો રીપોર્ટીંગ સમય સવારે 7:00 કલાકે રહેશે તેજમ બંન્ને સ્પર્ધાનુ સ્થળ સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે, પોરબંદર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya