
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રોડ પર આવેલ ટી-આકારના નવા ઓવરબ્રિજ પર ‘નોઇસ બેરિયર’ લગાવવાનું કામ શરૂ થયું છે, જેનાથી ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનોના અવાજથી આસપાસના રહેણાંક, વ્યાપારી સંકુલો અને હોસ્પિટલોને થતો ઘોંઘાટ ઓછો થશે.
રેલવે ફાટકના ઉપરના છેડાથી યસ પ્લાઝા કોમ્પ્લેક્સના વળાંક સુધી આ બેરિયર સ્થાપિત થઇ રહ્યા છે. આથી અવાજ અને વાહનની લાઇટથી થતી અસરોમાં ઘટાડો થશે તેમજ ઓવરબ્રિજ પરથી વસ્તુઓ નીચે ફેંકવાની ઘટનાઓ અટકીને નિકટવર્તી વિસ્તારોને નુકસાનથી બચાવાશે.
ઓવરબ્રિજના વળાંક પર 5 ફૂટ ઊંચી લોખંડની એંગલો લગાવી નોઇસ બેરિયર તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં 300થી વધુ એંગલનો ઉપયોગ થાય છે. આ બેરિયર વાહનોને ડિવાઇડર સાથે અથડાઈ નીચે પડતી ઘટનાઓ રોકવામાં પણ મદદરૂપ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ