
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન અને શિવ કથા માટે જિલ્લા પોલીસ પરિવારને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.
આમંત્રણ મુજબ, ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના સાનિધ્યમાં 23 નવેમ્બરના રોજ સમૂહ લગ્ન યોજાશે. જ્યારે ગોપેશ્વર મહાદેવ મંદિરે 27 નવેમ્બરથી જીર્ણોદ્ધાર નિમિત્તે શિવ કથાનો પ્રારંભ થશે.
મંગળવારે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના યુવા કાર્યકરો અને સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એ-ડિવિઝન અને બી-ડિવિઝન પીઆઈ સહિત અધિકારીઓને આમંત્રણ પાઠવ્યું. આ પ્રસંગે સમાજના ચિંતન પ્રજાપતિ, મહેશ દલવાડી, યશપાલ સ્વામી, સંજય સ્વામી, ઈશ્વરભાઈ, કનુભાઈ અને દર્શિલભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ