વડોદરાની પાદરા વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર@150 યુનિટી માર્ચ’ યોજાઈ
- ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશ સાથે નીકળેલી યુનિટી માર્ચ થકી એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના આદર્શો જન-જન સુધી પહોંચ્યા વડોદરા, 19 નવેમ્બર (હિ.સ.) : ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@15
પાદરા વિધાનસભા વિસ્તારમાં સરદાર@150 યુનિટી માર્ચ યોજાઈ


- ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશ સાથે નીકળેલી યુનિટી માર્ચ થકી એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના આદર્શો જન-જન સુધી પહોંચ્યા

વડોદરા, 19 નવેમ્બર (હિ.સ.) : ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અંતર્ગત વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. જકાતનાકા સ્થિત સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતેથી પ્રારંભ થયેલી આ એકતા પદયાત્રા 10 કિલોમીટર રૂટ પર ફરીને રણૂ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા બાદ પૂર્ણ થઈ હતી. પદયાત્રાના રૂટ દરમિયાન યુનિટી માર્ચના ભવ્ય સ્વાગત સાથે જય સરદારનો ગુંજારવ અને સમગ્ર વાતાવરણ તિરંગાના રંગે રંગાઈ ગયું હતું.

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફ્લેગ ઓફ આપી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તે પૂર્વે તેઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઝાલાએ આ પ્રસંગે ઉપસ્થિત સૌને સરદાર પટેલના આદર્શોને વળગી રહીને સામાજિક સમરસતાને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્યએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં રાષ્ટ્રીય એકતા, સ્વદેશી જીવનશૈલી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ ગતિ આપવા માટે સર્વેને અનુરોધ કર્યો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના વિષયોને પણ પોતાના ઉદ્બોધનમાં વણી લીધા હતા.

કાર્યક્રમ દરમિયાન સર્વેએ સ્વદેશી અપનાવવા તેમજ આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવા માટે સામૂહિક શપથ લીધા હતા.

સરદાર પટેલના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિના સંદેશને જન-જન સુધી પહોંચાડતી ‘સરદાર@150 યુનિટી માર્ચ’ પાદરા વિધાનસભાની એકતા પદયાત્રામાં પ્રાંત અધિકારી ઐશ્વર્યા દુબે સહિત તાલુકા તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, વડીલો, યુવાનો અને નગરજનો સહિત સૌ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સરદાર પટેલની ભાવવંદના

કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande