એચ.એન.જી.યુ.ની બીજા તબક્કાની પરીક્ષાઓ 25 નવેમ્બરથી શરૂ થશે.
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા નવેમ્બર–ડિસેમ્બરના બીજા તબક્કાની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. 25 નવેમ્બરથી શરૂ થતી આ પરીક્ષાઓ પાંચ જિલ્લાના 180 કેન્દ્રો પર યોજાશે, જેમાં આશરે 50 હજારથી વધુ વ
એચ.એન.જી.યુ.ની બીજા તબક્કાની પરીક્ષાઓ 25 નવેમ્બરથી શરૂ થશે.


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા નવેમ્બર–ડિસેમ્બરના બીજા તબક્કાની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. 25 નવેમ્બરથી શરૂ થતી આ પરીક્ષાઓ પાંચ જિલ્લાના 180 કેન્દ્રો પર યોજાશે, જેમાં આશરે 50 હજારથી વધુ વિદ્યાર્થી હાજરી આપશે.

પરીક્ષા નિયામક મિતુલ દેલિયાના જણાવ્યા મુજબ આ તબક્કામાં લગભગ 20 જેટલી પરીક્ષાઓ લેવામાં આવશે. તેમાં સ્નાતક સેમિસ્ટર–3 ઉપરાંત બી.એડ. અને એલ.એલ.બી.ના સેમિસ્ટર–3ની પરીક્ષણોનો સમાવેશ થાય છે.યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર મોકલવાની સમગ્ર પ્રક્રિયા ERP સિસ્ટમ દ્વારા ડિજિટલાઇઝ કરી દેવામાં આવી છે. હવે પ્રશ્નપત્રો હાર્ડ કોપીની જગ્યાએ CRP ઓનલાઈન સિસ્ટમથી તમામ કેન્દ્રો પર એકસાથે મોકલવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande