ખાંભા–ચલાલા રોડ પર મગફળી ભરેલો ટ્રક પલ્ટાયો: વાહનવ્યવહાર અટવાયો, કોઈ જાનહાનિ નહીં
અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) : ખાંભા–ચલાલા રોડ પર આજે બપોરે અચાનક અકસ્માત સર્જાતા માર્ગ પર થોડો સમય અફરાતફરીની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ખાંભાના મોટા સમઢિયાળાના નજીક મગફળી ભરેલો ટ્રક અચાનક પલ્ટી જતાં રોડ પર મગફળી ફેલાઈ ગઈ હતી. અકસ્માતને કારણે થોડા સમય મા
ખાંભા–ચલાલા રોડ પર મગફળી ભરેલો ટ્રક પલ્ટાયો: વાહનવ્યવહાર અટવાયો, કોઈ જાનહાનિ નહીં


અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) : ખાંભા–ચલાલા રોડ પર આજે બપોરે અચાનક અકસ્માત સર્જાતા માર્ગ પર થોડો સમય અફરાતફરીની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ખાંભાના મોટા સમઢિયાળાના નજીક મગફળી ભરેલો ટ્રક અચાનક પલ્ટી જતાં રોડ પર મગફળી ફેલાઈ ગઈ હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે બંને દિશામાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રક મગફળી ભરેલી ભરવાડીને લઈ ચાલાલાની દિશામાં જઈ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરનું વાહન પર નિયંત્રણ છૂટતા ટ્રક રોડની વચ્ચે જ પલ્ટી ગયો. અકસ્માત એટલો અચાનક બન્યો કે પાછળ આવતા વાહનચાલકોને પણ બ્રેક મારવી પડી, પરંતુ સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી.

ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા અને રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી. ક્રેનની મદદથી ટ્રકને રોડની ધાર પર ખસેડવામાં આવ્યો, ત્યારબાદ થોડા સમયમાં ટ્રાફિક પાછો સામાન્ય થઈ ગયો.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા થઈ નથી, જેને લઈને સ્થાનિકોમાં હાશકારો જોવા મળ્યો છે. પોલીસ દ્વારા અકસ્માતના ખરેખર કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande