
સુરત, 19 નવેમ્બર (હિ.સ.) ચૌર્યાસી વિધાનસભાના સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનના વોર્ડ નંબર 26 ગોડાદરા–ડીંડોલી (ઉત્તર) વિસ્તારમાં આજે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ તમામ વિકાસ યોજનાઓનો શુભ પ્રારંભ વિધાયક સંદીપ દેસાઈના કરકમલોથી સંપન્ન થયો.
ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટોને મંજૂરી મળી છે.
ગોડાદરા વિસ્તારની 7 સોસાયટીઓમાં આંતરિક સિમેન્ટ–કોંક્રિટ (CC) રસ્તાઓ બનાવવામાં આવશે.
2 સોસાયટીઓમાં ડ્રેનેજ અને પાણી પુરવઠાની નવી લાઇન નાખવામાં આવશે।
આ તમામ વિકાસ કાર્યો પર કુલ ₹226.00 લાખનો અંદાજિત ખર્ચ થશે.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અનેક જનપ્રતિનિધિઓની ખાસ ઉપસ્થિતિ રહી, જેમાં મુખ્યરૂપે પૂર્વ ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ,
પૂર્વ શાસક પક્ષના નેતા અમિત રાજપૂત,પારષદ અલકા પાટીલ અને પારષદ વર્ષા બલદાનિયા હાજર રહ્યસાથે જ સંબંધિત સોસાયટીઓના પ્રમુખો તથા સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે