સુરતમાં ઉધના, ભેસ્તાન અને પાંડેસરામાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા
- 97 હજારનો મુદ્દામાલ જપ્ત પોલીસે ગાંજાનો જથ્થો આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કર્યા સુરત, 19 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેરમાં દિન પ્રતિદિન ગાંજાનું વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા તત્વોને ઝડપી પાડવા માટે સઘન તપાસની કામગીરી કરવા
સુરતમાં ઉધના, ભેસ્તાન અને પાંડેસરામાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા


- 97 હજારનો મુદ્દામાલ જપ્ત પોલીસે ગાંજાનો જથ્થો આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કર્યા

સુરત, 19 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેરમાં દિન પ્રતિદિન ગાંજાનું વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા તત્વોને ઝડપી પાડવા માટે સઘન તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગતરોજ ઉધના, પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાંથી પણ ગાંજો સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે અલગ અલગ બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા ત્રણેય વ્યક્તિઓ પાસેથી કુલ રૂપિયા 97,000 ગાંજો તથા મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઉધના વિસ્તારમાં રેલવે પટરીની બાજુમાં રોડ નંબર ૦ પર રહેતો યુવક ગાંજાનો જથ્થો વેચવા માટે મંગાવ્યો છે. જે બાકીના આધારે પોલીસે ઉધના રોડ નંબર 0 સંજયનગર ઝુપડપટ્ટી-બે માં ઘર નંબર 595 માં રહેતા હૈદર ઉર્ફે અંધા ફિરોજ ખાનને ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી રૂપિયા 57000 ની કિંમત નો ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી તેમની પાસેથી ગાંજો તથા મોબાઈલ અને રોકડા રૂપિયા 300 મળી કુલ રૂપિયા 67,400 મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં તેમણે આ ગાંજો ચેતન નામના વ્યક્તિ પાસે મંગાવ્યો હતો અને તેમનો માણસ આવીને આપી ગયો હોવાનું જણાવતા પોલીસે ચેતન અને તેના માણસને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં પાંડેસરા પોલીસે પણ બાતમીના આધારે પાંડેસરા ભેદભાદ દરગાહ પાસે પ્રેમનગર ઝૂંપડપટ્ટી પાસેથી એક યુવકને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે અંકુશ લક્ષ્મણ કાપસે (રહે પ્રેમ નગર ઝૂંપડપટ્ટી ભેદવાડ પાંડેસરા(ની ધરપકડ કરી છે. પોલીસે તેમની અંગજડતી લેતા તેમની પાસેથી રૂપિયા 2800 નો ગાંજો તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા ૨૩ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી તેમની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં તેમણે અજાણ્યા વ્યક્તિ પાસેથી ગાંજો લીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે અંકુશ કાપશે એની ધરપકડ કરી અજાણ્યાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ભેસ્તાન પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાનમાં ભીંડી બજારમાં ગુલશન નગરમાં રહેતા તોફીક સાબીર શેખ એ ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે મંગાવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તૌફીકની વોચ ગોઠવી ભીંડી બજારમાં હુસેનિયા મસ્જિદ પાસે આવેલી યુનિક સ્કૂલના ચાર રસ્તા પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 2668 નો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 7,668 ના મુદ્દામાંલ જપ્ત કરી તેની ધરપકડ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande