ગાંધીનગરના દહેગામ તાલુકાના શિયાવાડા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને, ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત
ગાંધીનગર, 20 નવેમ્બર (હિ.સ.) : ‌ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે નવું છોગું ઉમેરાયું છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા પેટા આરોગ્ય કેન્દ્રને, ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રેડિટેશન પ
શિયાવાડા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્ર


શિયાવાડા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્ર


ગાંધીનગર, 20 નવેમ્બર (હિ.સ.) : ‌ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે નવું છોગું ઉમેરાયું છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા પેટા આરોગ્ય કેન્દ્રને, ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે.

શિયાવાડા પેટા આરોગ્ય કેન્દ્રને, રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી સ્ટાન્ડર્ડ અંતર્ગત ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થતા તેને રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવી માટે કેન્દ્ર સરકાર તરફથી બે લાખ ૧૮ હજાર રૂપિયાની ગ્રાન્ટ ત્રણ વર્ષ માટે મળવા પાત્ર થશે.

‌‌ ભારત સરકારના આરોગ્ય વિભાગની બે સભ્યોની ટીમ દ્વારા ગત તા. ૨૭ ઓક્ટોબરના રોજ, એક દિવસ વર્ચ્યુઅલ માધ્યમથી આયુષ્માન આરોગ્ય મંદિરમાં કરવામાં આવતી કામગીરીનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગની ટીમે ઓપીડી, રસીકરણ, કુટુંબ કલ્યાણ, OEEE, EMPNS એનસીડી‌ તથા અન્ય એમ કુલ ૧૨ પ્રકારની સેવાઓના સર્વિસ પેકેજ કામગીરીનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. આ ચકાસણીના પરિણામે શિયાવાડા કેન્દ્રને ઉત્કૃષ્ટ ગુણવત્તાલક્ષી સેવાઓ બદલ ૯૨.૨૭% ગુણ પ્રાપ્ત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એન.કયુ.એ.એસ. અંતર્ગત, રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાલક્ષી ચકાસણી કરી તેમને વિવિધ કામગીરીમાં સ્વચ્છતા અને ગુણવત્તાલક્ષી કામગીરીના આધારે ગુણાંક આપી રાષ્ટ્રીય માન્યતા એનાયત કરવામાં આવે છે‌.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande