


પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં દરેક વિધાનસભામાં તા.રર અને 23 નવેમ્બર-2025 ના રોજ જિલ્લાના તમામ મતદાન મથક પર મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત EF વિતરણ, EF પરત લેવા અને 2002 ની મતદારયાદીમાં નામ સર્ચ કરવા અંગેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરીએ જિલ્લાના વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી અને મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત EF વિતરણ, EF પરત લેવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બીએલઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya