

આણંદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધામાં વિજેતા બની હતી
સફળતાનો પર્યાય બની ચૂકેલી ગુરુકુલની શાળાએ ભૂતકાળમા પણ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે
અંડર 17માં કન્યાઓએ ગુજરાત રાજ્યના 19 જિલ્લાની ટીમો સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
ભરૂચ 24 નવેમ્બર (હિ.સ.) એસજીએફઆઈ ભારત સરકાર દ્વારા આયોજિત આણંદ ખાતે યોજાયેલ રાષ્ટ્રકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધામાં અંકલેશ્વર ગુરુકુલની જોરદાર સિદ્ધિ અંડર 17માં કન્યાઓએ ગુજરાત રાજ્યના 19 જિલ્લાની ટીમો સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લા અને ગુરુકુલ શાળાને ગૌરવ અપાવ્યું હતું. એટલું જ નહીં ભરૂચ જિલ્લાની એકમાત્ર ગુરુકુલ શાળાની કન્યા હેત્વી વેકરીયા (GSEB) આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામી છે. સાથોસાથ ગુજરાત રાજ્યની ટીમનું પણ પ્રતિનિધત્વ કરશે. આ સફળતાને ઉચ્ચકક્ષા સુધી પહોંચાડનાર સમગ્ર ટીમને ઉત્સાહ અને આનંદ સાથે મહેનત કરાવનાર શાળાના આચાર્યા અમિતા શ્રીવાસ્તવ, રૂપાલી , અલ્કા, પીટી શિક્ષક હિરેન, વિક્રમ અને શિક્ષકોને ગુરુકુલ સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી, ટ્રસ્ટી કિશોર પાનસુરીયાએ ભવિષ્યમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામો તેવા ભાવ સાથે આશીર્વાદ આપી સરાહના કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ