કોંગ્રેસ ની જન આક્રોશ યાત્રા અંબાજી થી હિંમતનગર રૂટ ઉપર રવાના..... ગુજરાત ન યાત્રાધામોને દારૂ જેવી બદી થી મુક્ત કરાવવા અમિત ચાવડા ની માંગ....
અંબાજી , 24 નવેમ્બર (હિ.સ.) ગુજરાત કોંગ્રેસ કમિટી દ્વારા યાત્રાધામ ઢીમા થી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા આજે અંબાજી પહોંચી હતી અંબાજીથી હિંમતનગર રૂટ માટે યાત્રા ને પ્રસ્થાન કરવાના પૂર્વે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર , તુષ
AMBAJI MA CONGRES NI JAN AAKROSH


AMBAJI MA CONGRES NI JAN AAKROSH


અંબાજી , 24 નવેમ્બર (હિ.સ.) ગુજરાત કોંગ્રેસ કમિટી દ્વારા યાત્રાધામ ઢીમા થી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા આજે અંબાજી પહોંચી હતી અંબાજીથી હિંમતનગર રૂટ માટે યાત્રા ને પ્રસ્થાન કરવાના પૂર્વે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર , તુષાર ચૌધરી એ માં અંબેના દર્શન કરીને જન આક્રોશ યાત્રા ને પ્રસ્થાન કરાવી હતી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અંબાજી મંદિર ખાતે માં અંબે નામ દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં પૂજારીએ માતાજીની ચુંદડી આપીને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા

આજે અંબાજીથી હિંમતનગર રૂટ ની કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના પૂર્વે અંબાજીના બજારમાં આ તમામ નેતાઓ એ જાહેરમાં ચા નાસ્તો કર્યો હતો ને ચારની ચુસ્કી ની મોજ માણી હતી એટલું જ નહીં સાથે અંબાજીની એચડીએફસી બેન્કમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી અમિત ચાવડાએ બ્લડ ડોનેશન પણ કર્યું હતું ,અમિત ચાવડાએ આજે અંબાજીના દર્શન કરે સરકારમાં બેઠેલી આસુરી શક્તિના બહાર નીકળે તેવી માં અંબે ને પ્રાર્થના કરી હોવાનું અમિત ચાવડા એ જણાવ્યું હતું જ્યારે ગુજરાતમાં ધમધમતી અસામાજિક પ્રવૃત્તિઓના આક્ષેપો સાથે ગુજરાતના યાત્રાધામો માં દારૂ જેવી બદી થી દૂર કરવા ઉગ્ર માંગ કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ કરી હતી

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande