
તુવેર અને કપાસના ખેતરમાં દુષ્કર્મ આચર્યું હોવાના થયા આક્ષેપો
ત્રણ દિવસ બાદ કાકી નવડાવવા ગયા ત્યારે ઘટનાની હકીકત ભત્રીજીએ કીધી
દસ દિવસ બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન થયું મૃત્યુ
આવો કોઈ બનાવ બન્યો જ નથી, બાળકીનું મૃત્યુ ડાયાબિટીસ અને શ્વાસ ચડવાથી થયું છે, પીઆઈ
જમાદાર સમાધાન કરવા 3 લાખ સુધી આપવા તૈયાર થઈ ગયા હતા બાળકીના દાદા
ભરૂચ 24 નવેમ્બર (હિ.સ.)
નેત્રંગ તાલુકાના એક ગામની દુષ્કર્મનો ભોગ બનેલી 11 વર્ષીય માસૂમ બાળકીનું આખરે સારવાર દરમિયાન વડોદરા એસએસજી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે.બાળકીના પરિવારે ન્યાય માટે માંગ કરી છે.જ્યારે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તો લીધો પરંતુ આવી કોઈ ઘટના ઘટી નહી હોવાના અહેવાલ પીઆઈ આપી રહ્યા છે.
ધોરણ 7માં અભ્યાસ કરતી આ બાળકી પર ગામના જ એક 19 વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી મુજબ યુવાને બાળકીને કન્યા છાત્રાલયમાંથી બીમાર હોવાથી તેની બેનને મૂકવા આવ્યો હોવાથી તેની સાથે ગામ સુધી છોડી દેવાનું કહીને રસ્તામાં તુવેર અને કપાસના ખેતરમાં લઈ જઈને તેની પર હેવાનિયત આચરી હતી. આ ઘટના બાદ બાળકીએ સમગ્ર હકીકત તેની કાકીને ત્રણ દિવસ પછી નાહવા લઈ જતા શરીરે સોજા દેખાતા જણાવી હતી.
દુષ્કર્મના કારણે બાળકીને ખૂબ જ તકલીફ થતાં તેને તાત્કાલિક પ્રથમ નેત્રંગ અને ત્યાંથી રાજપીપળાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, ત્યાં યોગ્ય સારવાર ન મળતાં પરિવાર વધુ સારવાર માટે તેને વડોદરાની એસ. એસ. જી. હોસ્પિટલ લઈ આવ્યું હતું. જ્યાં ટૂંકી સારવારના અંતે આ બાળકી જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી.
બાળકીના દર્દનાક મૃત્યુ બાદ પરિવારે આરોપીને કડકમાં કડક મૃત્યુદંડની સજા થાય તેવી માંગ કરી છે, સાથે જ નેત્રંગ પોલીસની બેદરકારી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારે આક્ષેપ કર્યો કે, અમે 12 દિવસ સુધી રઝડતા રહ્યા. જો પોલીસે સમયસર સહકાર આપ્યો હોત તો આજે અમારી દીકરી જીવતી હોત.
ચાલ તને સારું નથી લાગતું એટલે ત્રણ દિવસથી નાહી નથી એટલે તને નવડાવી દઉં તેના કાકી નાવડીયામાં લઈ જઈ કપડા ઉતારી જોતા તેને સોજા આવી ગયા હતા .ત્યારે ભત્રીજીને પૂછ્યું કે તારી સાથે આ શું થયું છે ત્યારે તેણીએ કહ્યું કે કોઈને કહેતી નહીં મને ચાકુ મારી નાખવાની ધમકી આપી મારી સાથે ગામના છોકરાએ દુષ્કર્મ કર્યું છે. આ વાત સાંભળતા જ તેના દાદાએ 3:00 વાગ્યે 108 કરી પ્રથમ નેત્રંગ સરકારી દવાખાને લઈ ગયા ત્યાં સારવાર ના મળી એટલે રાજપીપળા સરકારી દવાખાનામાં આવ્યા પછી 20 થી 21 તારીખ સુધી રાજપીપળા રહ્યા હતા . પછી ત્યાંના ડોક્ટરોએ કહ્યું કે આ છોકરીને બીજી બીમારી છે તેને આગળ લઈ જાઓ એમ કહેતા વડોદરા એસએસજીમાં લાવ્યા હતા. પરમ દિવસે લાવ્યા અને આજે મારી દીકરીનું મૃત્યુ થઈ ગયું છે .આરોપીને મૃત્યુદંડ થવું જોઈએ. પોલીસે અમને સમાધાન કરવા જમાદારએ 3 લાખ સુધી આપવા તૈયાર થયા હતા.- બાબુ વસાવા બાળકીના દાદા
રૂપઘાટ વાડા બનાવના આરોપી યુવાનને પકડી લાવી પોક્સો કોર્ટમાં હાજર કર્યો છે. આ યુવાન સુરતની કોઈ પાંવ બનાવતી કંપનીમાં કામ કરે છે. પાંચેક દિવસ પહેલા આવેલો સુરતથી પછી તેને તેની બહેનને હોસ્ટેલમાં મૂકવા ગયેલો ત્યારે શિક્ષિકાએ કહેલ તમારા ગામની વિદ્યાર્થીની બીમાર છે તેને લઈ જાઓ એટલે તેને તેની માતાને ફોન કરીને જાણ કર્યા બાદ યુવાન સાથે ઘરે લઈ ગયો હતો .ત્રણ દિવસ થયા પણ કંઈ કહ્યું નહીં તુવેરનું ખેતર કહે છે પણ એવું કંઈ હતું નહીં આવો કંઈ બનાવ બન્યો નથી. મેડિકલ રિપોર્ટ આવે પછી ખબર પડે .ડોક્ટરો પણ ના કહે છે. એફએસએલમાં મોકલી પછી જે રિપોર્ટ આવે એ દિશામાં તપાસ કરશું. મરણ જવાનું કારણ વધારે પડતું ડાયાબિટીસ છે અને શ્વાસ ચડતો હતો પહેલેથી .હાલ પોક્સો અને બીએનએસ 64 ,65 હેઠળ ગુનો દાખલ કરેલ છે .-આર.સી.વસાવા પીઆઈ નેત્રંગ
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ