મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લામાં આશરે 14 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદ હસ્તે રૂપિયા 14 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લામાં આશરે 14 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.


કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લામાં આશરે 14 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.


કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લામાં આશરે 14 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.


પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદ હસ્તે રૂપિયા 14 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા.

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદ હસ્તે વિસાવાડા બ્રીજની પાસે વિસાવાડા મરસીયા સીમ રોડના રૂ. 210 લાખના ખર્ચના રીસરફેસીંગ કાર્ય તેમજ મોઢાવાળા ખાતે રૂ.11.19 લાખ ખર્ચના સારણ વોકળા કોજવે, શિંગડાના પાટિયા પાસે રૂ.200 લાખના ખર્ચે શીશલી વડાળા રોડ, રૂ.120 લાખના ખર્ચે શિંગડા એપ્રોચ રોડ, રૂ. 422 લાખના ખર્ચના શીશલી ફટાણા રોડ તથા કુણવદર તળાવની બાજુમાં રૂ. 24.23 ખર્ચના કુણવદર સોઢાણા રોડ કોજવે નં. 1 અને ૨ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાથે જ રૂ.33 લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર, ભારવાડાનું લોકાર્પણ, રૂ.5 લાખના એમ.પી. ગ્રાન્ટના કામ તથા રૂ.170 લાખના ખર્ચના ભારવાડા વિંજરાણા રોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વધુમાં મંત્રીએ લોકાર્પણ અને ખાતમુહુર્ત પ્રસંગે ગ્રામજનોને આગામી સમયમાં હાથ ધરનાર કામો અંગે માહિતી આપી હતી અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમજ ભરવાડા આયુષ્ય મંદિર ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ રવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરા, અગ્રણી સર્વ સામતભાઇ ઓડેદરા, ભુરાભાઈ કેશવાલા, પ્રતાપભાઈ કેશવાલા, વિજયભાઈ મોઢવાડિયા, રાણાભાઈ મોઢવાડિયા, ભરતભાઈ મોઢવાડિયા સહિત સ્થાનિક સરપંચઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સંલગ્ન વિભાગીય અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિતિ રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande