
પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના કુંભારવાડા ખાડી કાંઠા વિસ્તારમા રહેતા વૃધ્ધાને કરીયાણુ લઇ આપવનુ કહી એક શખ્સ રોકડ રકમ અને ચાંદીના કડા લઈ નાશી છુટયો હતો શહેરના કુંભારવાડા ખાડી કાંઠે રહેતા અમીના હુશેનભાઈ મામદભાઈ રાનીયા નામના 90 વર્ષના વૃધ્ધાને આ વિસ્તારમા રહેતા મામદ ઉર્ફે મામદો નાશીર શાહમદા નામનો શખ્સે કરીયાણુ લઈ આપુ તેમ કહી પોતાની સાથે લાવ્યો હતો અને જુની કોર્ટ નજીક ઓટલા પર બેસાડી એવુ કહ્યુ કે તેમ ગાંજો વહેંચો તેમ કહી અમીનાબેન પાસેથી તેમનો બટવો ઝુંટવી લીધો હતો તેમા રહેલી રૂ.1500ની રોકડ રકમ અને બન્ને હાથમા પહેરલા ચાંદીના કાઢી લીધા હતા અને નાશી છુટયો હતો આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya