


અંબાજી 21 નવેમ્બર (હિ.સ) દાંતા તાલુકામાં ધમધમતા બોગસ તબીબોની હાટડીયો ને લઈ બનાસકાંઠા ના સાંસદે પોલીસ તેમજ આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે તાજેતરમાં દાંતા ડિવિઝન પોલીસ દ્વારા દાંતા ,હડાદ, અમીરગઢ અને વડગામ તાલુકામાં બોગસ તબીબોને ઝડપી પાડવા સાત દિવસની ડ્રાઇવ જાહેર કરી હતી જેને લઈ દાંતા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચાર જેટલા બોગસ તબીબો સામે કાર્યવાહી કરી હતી આજે અંબાજી પહોચેલા બનાસકાંઠા ના કોંગ્રેસ ના સાંસદ ગેનીબેન ઠાકોરે દાંતા પંથક માં ચાલતા બોગસ તબીબી લોકો ને લૂંટતા હોવાનું ને બોગસ હાટડીયો દ્વારા ગેરકાયદેસર રીતે લોકોના આરોગ્ય સામે ચેડા કરાતા હોવાના આક્ષેપ કર્યા છે જ્યાં અધિકારીઓ ગણતરી ના તબીબો સામે કેસ કરી બાકીના તબીબો ને ડરાવી ભ્રષ્ટાચાર કરાતા હોવાનું આક્ષેપ ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ સાંસદ બનાસકાંઠા) એ કર્યો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ