ચોટીલા વિધાનસભામાં 100% ડિજિટાઇઝેશન કામગીરી પૂર્ણ કરનાર BLOsનું સન્માન કરતાં નાયબ કલેકટર એચ.ટી.મકવાણા
સુરેન્‍દ્રનગર, 24 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટર, ચોટીલા એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ, 63-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકાના બે બૂથ લેવલ ઓફિસરઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ
ચોટીલા વિધાનસભામાં 100% ડિજિટાઇઝેશન કામગીરી પૂર્ણ કરનાર BLOsનું સન્માન કરતાં નાયબ કલેકટર એચ.ટી.મકવાણા


સુરેન્‍દ્રનગર, 24 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટર, ચોટીલા એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ, 63-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકાના બે બૂથ લેવલ ઓફિસરઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન SIR - Special Intensive Revisionની કામગીરી અંતર્ગત ડિજિટાઇઝેશન પ્રક્રિયા 100 % પૂર્ણ કરવા બદલ કરવામાં આવ્યું હતું.

નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ ભાગ નંબર 293-ગોલીડા-1 ના BLO ભાવદાસ રામદાસ ગોંડલીયા અને ભાગ નંબર 287-૫રબડી ના BLO વિનુ પો૫ટભાઇ ૫રમારને સાલ ઓઢાડી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

સન્માન સમારોહ દરમિયાન, નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ બંને BLOઓને ભાવિ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ બંને કર્મચારીઓને ભવિષ્યમાં પણ આવી જ ઉત્તમ કામગીરી ચાલુ રાખવા, અન્ય સહકર્મચારીઓને મદદરૂપ થવા, ખૂબ પ્રગતિ કરવા અને દરેક કામગીરીમાં સફળતા મેળવવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક સરકારી કામગીરીમાં હંમેશા અવલ્લ રહેવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande