ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો કિસ્સો
ગોધરા,24 નવેમ્બર (હિ.સ.) ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાબાદેવ મંદિરે આઠ બકરા અને એક મરઘાની ધારદાર હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી. જેમાં પાંચ લોકો સામે રાજગઢ પોલીસ મથકમાં
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો કિસ્સો સામે આવ્યો છે


ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો કિસ્સો સામે આવ્યો છે


ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો કિસ્સો સામે આવ્યો છે


ગોધરા,24 નવેમ્બર (હિ.સ.) ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાબાદેવ મંદિરે આઠ બકરા અને એક મરઘાની ધારદાર હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી. જેમાં પાંચ લોકો સામે રાજગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં 23 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 12:45 વાગ્યે બની હતી. રાજગઢ પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(એલ), પ્રાણીઓની સાચવણી અંગેના અધિનિયમની કલમ 5 અને જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવ સંદર્ભે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા સમીર ચંદુભાઈ ગજ્જર એ આ અંગે 23 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 3:15 વાગ્યે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે બાબાદેવ મંદિરે આઠ બકરા અને એક મરઘાની ધારદાર હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી.જે કૃત્યથી જાહેર જનતાની ધાર્મિક લાગણી દુભાઈ છે.જેથી સમીરભાઈ ગજ્જરે રાજગઢ પોલીસ મથકે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નેવસિંહ ભુરસિંહ રાઠવા, કાળુ વેચાતભાઈ રાઠવા , રાવજી હરીભાઈ રાઠવા , બિલેન્દ્રસિંહ કાળુભાઈ બારીયા અને ટીનુ થાવરભાઈ રાઠવા નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને બી.એન.એસ.એસ.ની કલમ 35(3) મુજબ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી છે.આ કેસની તપાસ રાજગઢ પોલીસ સ્ટેશનના અ.હે.કો. ચિમનભાઈ નરવતભાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને હાલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. ડામોર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande