
સોમનાથ, 24 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત બાળ પ્રતિભાશોધ સ્પર્ધાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ 26 નવેમ્બર રાખી છે.આ સ્પધામાં 31 ડીસેમ્બર,2024 ની ઉંમરને ધ્યાને લઈને વિભાગ- “અ” માં 7 વર્ષથી ઉપરના 10 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.
વિભાગ- “બ” માં 10 વર્ષથી ઉપરના અને 13 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જ્યારે ખુલ્લા વિભાગમાં 7 વર્ષથી ઉપરના અને 13 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.
જેમાં, વિભાગ- “અ” તથા વિભાગ- “બ” માં વકૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, નિંબધ, લગ્નગીત, લોક-વાદ્ય સંગીતઉપરાંત, ખુલ્લા વિભાગમાં લોકવાર્તા, લોકગીત, ભજન, દોહા-છંદ-ચોપાઈ, સમુહગીત, લોકનૃત્ય એમ “અ” વિભાગની કુલ-7 , “બ” વિભાગની કુલ 7 અને ખુલ્લા વિભાગની કુલ -6 એમ કુલ-20 કૃતિનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, વેરાવળ ખાતે જમાં કરવાના રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ