
ગીર સોમનાથ 24 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓનું કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રસ્તાઓના નવીનીકરણ માટે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓના સમારકામ અને પેચ લવર્કની કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીરસોમનાથ જિલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગ વેરાવળ હસ્તકનાના સુત્રાપાડા તાલુકાના વાંસાવડથી ખેરા રોડ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રસ્તાની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે. આ રસ્તો બનતા જ વાંસાવડથી ખેર સહિતના ગામોની જાહેર જનતા તેનો લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ