માગસર મહિના ના પ્રથમ સોમવારે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા શિતળા માતા ની ઉજાણી કરવામાં આવી હતી
ગીર સોમનાથ 24 નવેમ્બર (હિ.સ.) આજ રોજ વેરાવળ હિરણ ખાતે તારીખ ૨૪-૧૧-૨૦૨૫ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા વર્ષની પરંપરાગત માગસર માસ ના પ્રથમ સોમવારે શિતળા માતાજી ની ઉજાણી કરવામાં આવેલ છે જેમાં મ
વેરાવળ સમસ્ત ખારવા સમાજ


ગીર સોમનાથ 24 નવેમ્બર (હિ.સ.) આજ રોજ વેરાવળ હિરણ ખાતે તારીખ ૨૪-૧૧-૨૦૨૫ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા વર્ષની પરંપરાગત માગસર માસ ના પ્રથમ સોમવારે શિતળા માતાજી ની ઉજાણી કરવામાં આવેલ છે જેમાં માતાજી ની પૂજા અર્ચના કરી ત્યારબાદ માતાજી ની ધ્વજા રોહણ કરવામાં આવે હતી અને માગસર માસ ના દર સોમવારે શિતળા માતાજી ની ખારવા સમાજ ના લોકો દ્વારા વન ભોજન કરી ને ઉજાણી કરવામાં આવે છે.

આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુ કુહાડા, વેરાવળ હોડી એસોસિયેશનના પ્રમુખ હીરાભાઈ વાધવી, વેરાવળ બોટ એસોસિયન ના ઉપ પ્રમુખ બાલા કોટીયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખ કુહાડા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વી ફોફંડી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ તેમજ ખારવા સમાજ આગેવાન ઓ. તથા હોડી એસોસિએશન તેમજ બોટ એસોસિએશન ના આગેવાનો તેમજ બોહરી ​​સંખ્યા મા ખારવા સમાજ ના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને વન ભોજન નો લાભ લીધો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande