ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત ભાઇઓ માટે કુસ્તી અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે વિવિધ રમતોનુ આયોજન કરાયુ
જૂનાગઢ,24 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025 અને સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાકક્ષા કુસ્તી(ભાઈઓ) સ્પર્ધાનું આયોજન કાર્મેલ કો
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત ભાઇઓ માટે કુસ્તી અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે વિવિધ રમતોનુ આયોજન કરાયુ


જૂનાગઢ,24 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025 અને સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાકક્ષા કુસ્તી(ભાઈઓ) સ્પર્ધાનું આયોજન કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ઇન્ડોર હોલ ખાતે કરવામાં આવ્યુ હતું. અને સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાકક્ષા માનસિક ક્ષતિગ્રસ્ત (MR) તમામ રમત સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ ખાતે કરવામાં આવ્યુ હતું.

જિલ્લાકક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે ડો.મનીષકુમાર જીલડીયા દ્વારા ખેલાડીઓને રમતગમત પ્રત્યે જાગૃત કર્યા હતા. તેમજ ભૂષણ કુમાર યાદવ દ્વારા વધુને વધુ ખેલાડીઓ વિજેતા થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી. કુસ્તી ગ્રામ્ય/શહેરકક્ષા રમત સ્પર્ધામાં આશરે ૨૧૫થી વધુ ખેલાડી ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને સ્પે. ખેલ મહાકુંભની માનસિક ક્ષતિગ્રસ્ત (MR) તમામ રમત સ્પર્ધામાં આશરે 350 થી વધુ ખેલાડીઓ ભાઈઓ/બહેનોએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande