
જૂનાગઢ,24 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ અકશ ઇન્ફોવે પ્રા.લી. રાજકોટ તથા રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની ખાતે ટેકનીકલ સપોર્ટ એક્ઝ્યુકેટીવ ફાઇનાન્સીયલ એડવાઇઝર કે મેનેજરની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે 26 નવેમ્બર,2025 ના કરવામાં આવ્યુ છે.
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ