
જામનગર, 24 નવેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજ સહિત અનેક વિકાસ કામોની ભેટ આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગરના પ્રવાસે આવ્યા છે. ત્યારે તેઓના આગમન પહેલા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વિરોધ અને દેખાવ કરવામાં આવ્યો હતો. શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મૂક્ત કરોના સૂત્રો સાથેના બેનરો પહેરીને યુવક કોંગ્રેસ દ્વારા અનોખો દેખાવ કરવામાં આવ્યો હતો.
ગુજરાતભરમાં ગાજતા મુદા બીએલઓની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતી. વિધાર્થીએના ભવિષ્ય સાથે ચેડા બંધ કરો., બોર્ડ ની પરીક્ષા નજીક છે અને વર્ગખંડ શિક્ષક વગરના છે. જે એસઆઇઆર એ કામગીરી ના ભારણ થી આત્મહત્યા કરી છે તેને યોગ્ય વળતર આપવા માં આવે. તેવી અનેક માંગ સાથે આજે સવારે ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા ટિંગાટોળી કરી 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ કાર્યક્રમ ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, મહામંત્રી પ્રવીણભાઈ વણોલ, રવિભાઈ જીત્યા અને ઓલ ઈન્ડિયા યુવક કોંગ્રેસ ના મંત્રી પવનભાઈ મજીઠીયા ની આગેવાની માં સમગ્ર ગુજરાત ની સાથે જામનગર ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમ જામનગરમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી શક્તિસિંહ જેઠવા, મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, જામનગર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જાવીદભાઈ ખફી, દેવરાજ બાબરીયા, સંદીપભાઈ બાલાસરા, દર્શનભાઈ રાઠોડની આગેવાનીમાં યોજાયેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt