
સુરત, 24 નવેમ્બર (હિ.સ.)-ડુમસ રોડ, મગદલ્લા બંદર પાસે આવેલા એક મકાનમાં પોલીસે રેડ પાડી રૂપિયા 22 હજારના મત્તાના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. ડુમસ પોલીસના જણાવ્યા મુજબ ઝોન-7 એલ.સી.બી ટીમને મળેલી બાતમીના આધારે મગદલ્લા બંદર, રત્ન રણછોડનગરના મકાનમાં રેડ પાડી હતી. જેમાં તપાસ દરમિયાન મકાનમાંથી રૂપિયા 22,800ની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા મકાનમાં રહેતા વિક્રમસિંહ માનસિંહ રાજપુતની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં વિક્રમસિંહ આ ગાંજાનો જથ્થો વરાછા રેલવે બ્રીજની નીચેના વિસ્તારમાંથી અજાણ્યા પાસેથી વેચાણ કરવા માટે લાવી પોતાના રૂમમાં સંતાડી રાખ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે