જિજ્ઞેશ મેવાણીના નિવેદન સામે ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારનો ઉગ્ર વિરોધ
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : થરાદમાં દારૂના વેચાણના મુદ્દે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ પર આપેલા વિવાદિત નિવેદન બાદ ઉત્તર ગુજરાતમાં પાટણ, પાલનપુર સહિત અનેક શહેરોમાં પોલીસ પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મેવાણીએ પોલીસના “પટ્ટા ઉતારવાની” ટિપ
જિજ્ઞેશ મેવાણીના નિવેદન સામે ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારનો ઉગ્ર વિરોધ

જિજ્ઞેશ મેવાણીના નિવેદન સામે ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારનો ઉગ્ર વિરોધ

જિજ્ઞેશ મેવાણીના નિવેદન સામે ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારનો ઉગ્ર વિરોધ

જિજ્ઞેશ મેવાણીના નિવેદન સામે ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારનો ઉગ્ર વિરોધ

જિજ્ઞેશ મેવાણીના નિવેદન સામે ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારનો ઉગ્ર વિરોધ

પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : થરાદમાં દારૂના વેચાણના મુદ્દે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ પર આપેલા વિવાદિત નિવેદન બાદ ઉત્તર ગુજરાતમાં પાટણ, પાલનપુર સહિત અનેક શહેરોમાં પોલીસ પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મેવાણીએ પોલીસના “પટ્ટા ઉતારવાની” ટિપ્પણી કરી હોવાનું વિવાદનું મુખ્ય કારણ છે.

22 નવેમ્બરથી કોંગ્રેસ દ્વારા વાવ-થરાદના ઢીમા ગામેથી શરૂ થયેલી જનઆક્રોશ રેલી દરમિયાન મેવાણી દારૂના દૂષણ મુદ્દે લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસ અધિકારીઓને લગતા નિવેદનો આપ્યા હતા અને ભૂતકાળ-વર્તમાનના તમામ વહીવટદારોના નામોની યાદી આપવા પણ તૈયારી વ્યક્ત કરી હતી.

આ નિવેદન બાદ પોલીસ પરિવાર દ્વારા કહેવાયું કે એક જનપ્રતિનિધિ તરીકે મેવાણીનો ટોન અને ભાષા અયોગ્ય છે. તેઓ અગાઉ પણ પોલીસને “પટ્ટા–ટોપી ઉતારી દેશે” અને “પોલીસ અમારી નોકર છે” જેવા નિવેદનો આપી ચૂક્યા છે, જેનાથી પોલીસ કર્મચારીઓની મોરલ પર નકારાત્મક અસર થાય છે.

પાલનપુર અને પાટણ ખાતે પોલીસ પરિવારે એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તેઓની માગ છે કે મેવાણી જાહેરમાં માફી માગે અને પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને યોગ્ય વર્તન રાખે. કેટલાકે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની પણ વિનંતી કરી છે.

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ પરિવારે ધરણા, વિરોધ અને પ્રતિકાર કાર્યક્રમો કરી સ્પષ્ટ માંગણી રાખી છે કે જિજ્ઞેશ મેવાણીના આ નિવેદનને સહન કરવામાં નહીં આવે અને સરકારને તેમને સામે પગલાં ભરવા જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande