
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. અમિત કનુભાઈ વૈદને શ્રીલંકામાં યોજાયેલી ઇન્ટરનેશનલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કોન્ફરન્સમાં તેમના યોગદાન બદલ આમંત્રિત કરીને સન્માનિત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીઝરલેન્ડના પ્રખ્યાત પ્રોફેસર હૈકો ગ્રેયીન દ્વારા કરવામાં આવ્યું.
આ કોન્ફરન્સમાં વિશ્વભરના જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત તબીબો અને સંશોધકોએ ભાગ લીધો હતો. ડૉ. વૈદ વૈદ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ રાજસ્થાનમાં ઓર્થોપેડિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે.
વર્ષોથી તેઓ સાંધા બદલવાના જટિલ ઓપરેશનો અને વિવિધ ઓર્થોપેડિક સારવારમાં ઉત્તમ પરિણામો આપી રહ્યા છે. તેમના આ આંતરરાષ્ટ્રીય સન્માનથી સિદ્ધપુર શહેર સહિત સમગ્ર પ્રદેશની તબીબી પ્રતિભાને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ