જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના 61% શિક્ષકો બીએલઓની કામગીરી માટે મુકાતા શિક્ષણને અસર
જામનગર, 24 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા 2033 શિક્ષકોમાંથી 3 વિધાનસભા ક્ષેત્રના 700 બુથો માટે 400 જેટલા શિક્ષકોને કામગીરી સોંપાઈ છે. જ્યારે શહેરમાં પ્રાથમિક શાળાઓના 431માંથી 265 ને એટલે કે, 61.48 ટકા શિક્ષકોને બી
શિક્ષક


જામનગર, 24 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા 2033 શિક્ષકોમાંથી 3 વિધાનસભા ક્ષેત્રના 700 બુથો માટે 400 જેટલા શિક્ષકોને કામગીરી સોંપાઈ છે. જ્યારે શહેરમાં પ્રાથમિક શાળાઓના 431માંથી 265 ને એટલે કે, 61.48 ટકા શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી દરમિયાન લોકોના ગમે ત્યારે ફોન આવે છે. કામગીરીને કારણે શિક્ષણ કાર્ય ઉપર પણ અસર પડે છે.

આ ઉપરાંત આવેલા ફોર્મની એન્ટ્રીઓ શિક્ષકોને પોતાના મોબાઈલમાંથી ચુંટણી પંચના ડેટામાં ચડાવવાની રહે છે. તેથી ફોર્મ આપવા, સ્વીકારવા અને ત્યાર પછી ફોર્મ અપલોડ પણ કરવાની કામગીરી સોંપાઈ છે.

આ અંગે રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયાએ જણાવ્યું છે કે, તા.21મીએ શિક્ષક સંઘ અને જામનગર જિલ્લા મદદનીશ ચુંટણી અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં રજુઆત રહી હતી કે, સરકારી કર્મચારીઓની અન્ય 12 કેડરોમાંથી કર્મચારીઓ પણ લેવાય, શિક્ષકોને ટાર્ગેટ બેઈઝ કામગીરી અપાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande