
પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર સિટી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 નંબર પર ફોન કરી જણાવ્યું કે એક મહિલા છેલ્લા ચારેક કલાકથી એકલા બેઠેલા છે તમો એમની મદદ માટે આવો. અભયમ ટીમને ફોન મળતાની સાથે જ સ્થળ પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જણાવેલ કે તેઓ એમ જ અહિંયા બેઠા છે. તેમને કોઈ પ્રોબ્લેમ નથી. જાગૃત નાગરિક દ્વારા જાણવા મળેલ કે મહિલા બપોર 12 વાગ્યાના એકલા બેઠેલા હતા અને એકલા એકલા વાતો કરે છે.
અભયમ ટીમ દ્વારા મહિલાનું નામ, સરનામું જાણતા તેઓ પોરબંદર છાંયા વિસ્તારના રહેવાસી જણાવેલ તેમના પરિવારના મોબાઈલ નંબર વિશે પુછતા તેમણે મોબાઈલ નંબર યાદ ન હોય એવું જણાવતા 181 ટીમે તેમને ઘરે મુકીની વાત કરતા તેઓ એકલા જતા રહેશે એવુજ જણાવતા 181 ટીમે મહિલાને સાંત્વના આપી કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે તેઓ તેમના પતિ અને બાળકીની સાથે રહે છે મહિલાને સમજાવી વાનમાં બેસાડી તેમને જણાવેલ વિસ્તારમાં ગયેલા ત્યં પુછપરછ કરતા મહિલાનું ઘર મળી આવેલ જેથી આજુબાજુમાં પુછપરછ કરતા જાણવા મળેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી નથી તેમના પતિને ફોન કરી જાણ કરતા તેઓ કલાકોથી મહિલાની શોધખોળ માટે નિકળેલા હતાં જેથી મહિલાના પતિને મહિલા સુરક્ષિત હોવાની જાણ કરતા તેઓ આવતા તેમની સાથે વાત કરતા જણાવેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમની ટ્રીટમેન્ટ માટે આજરોજ હોસ્પીટલ લઈ જતા હતા ત્યારે મહિલા રસ્તામાં ઉતરીને ભાગી ગયેલા હતા. 181 ટીમ દ્વારા મહિલા સમયસર ટ્રીટમેન્ટ કરાવવા માટે સમજાવ્યા અને સુરક્ષિત તેમના પતિને સોંપ્યા હતા. 181 આ કામગીરી 181 સ્ટાફના કાઉન્સેલર- મીરા માવદિયા, કોન્સ્ટેબલ-સેજલ બેન પંપાણીયા તેમજ પાયલોટ રવિભાઈ શિંગરખીયા દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya