હારીજમાં ઠક્કર સમાજના કુળદેવ ક્ષેત્રપાળ દાદાની પગપાળા સંઘનું પ્રસ્થાન થયું
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) હારીજથી સમી સ્થિત ઠક્કર સમાજના કુળદેવ ક્ષેત્રપાળ દાદાના મંદિરે 12મી વાર પગપાળા સંઘનું પ્રસ્થાન થયું છે. માગશર સુદ પાંચમના રોજ યોજાતી આ યાત્રામાં 121થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પરંપરાની શરૂઆત બકાભાઈ ઠક્કર (પારસમણી ચા વ
હારીજમાં ઠક્કર સમાજના કુળદેવ ક્ષેત્રપાળ દાદાની પગપાળા સંઘનું પ્રસ્થાન થયું


પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) હારીજથી સમી સ્થિત ઠક્કર સમાજના કુળદેવ ક્ષેત્રપાળ દાદાના મંદિરે 12મી વાર પગપાળા સંઘનું પ્રસ્થાન થયું છે. માગશર સુદ પાંચમના રોજ યોજાતી આ યાત્રામાં 121થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પરંપરાની શરૂઆત બકાભાઈ ઠક્કર (પારસમણી ચા વાળા) દ્વારા કરવામાં આવી હતી.

સોમવારે હારીજ ખાતેના ક્ષેત્રપાળ દાદાના મંદિરે રથની આરતી ઉતારીને સંઘે પ્રસ્થાન કર્યું હતું. ડીજે મ્યુઝિકના તાલે અને વાજતે-ગાજતે આ પગપાળા સંઘ હારીજ બજારમાંથી પસાર થયું.

સમી પહોંચ્યા પછી, મંગળવારે દર્શનનો લાભ મળશે અને બપોરે ભોજન પ્રસાદ આપવામાં આવશે. યાત્રાનું આયોજન બકા ઠક્કર, રાજુ ઠક્કર, બાબુ બંગડીવાળા અને આખા અખાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande