

પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના રાતીયા ગામે યુવાન ઉપર ખુની હુમલો થયો હતો તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ત્યાં તેનું મોત થયું હતું આ બનાવમાં હત્યાના બંને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. અને બંનેને જેલ હવાલે કરી દેવાયા છે.
પોરબંદર નજીકના રાતીયા ગામે રહેતા દેવશી ગાંગા કેશવાલા નામના સહકારી મંડળીના પ્રમુખ ઉપર પરબત નાથા ઓડેદરા અને કારા પરબત મોરી એ ખૂની હુમલો કર્યો હતો. ઘવાયેલા દેવશી ને સારવાર માટે રાજકોટ લઈ જવા હતા ત્યાં તેનું મોત થતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. તો બીજી બાજુ પોરબંદર પોલીસે આ બનાવવામાં ખુનીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી અને બંને આરોપીઓ પરબત અને કારા ને પકડી પાડવામાં આવ્યા છે. બંનેને જેલ હવાલે કરી દેવાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya