
સુરત, 24 નવેમ્બર (હિ.સ.) : વેસુ કેનાલ રોડ, વેકેજા એટલાસની નવી બંધાતી સાઈડ પાસેથી પોલીસે બાતમીના આધારે મોપેટ સવાર બે યુવકોને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 69 હજારની કિંમતનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અલથાણ પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે એવી બાતમી મળી હતી કે અણુવ્રતદ્વાર થી લાલઘોડા તરફ જતા વેસુ કેનાલ રોડ, વેકેંજા એટલાસ પ્રોજેકટ પાસેથી મોપેટ ઉપર જતા યશ નટવર પટેલ (રહે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 69,575ની કિંમતનો 19.850 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસની પુછપરછમાં યશ પટેલ આ ગાંજાનો જથ્થો પ્રિયાંક ઉર્ફ પીયુ પ્રફુલ પટેલ (ઉ.વ.258.રહે, પુનમનગર, સ્વામી વિવેકાનંદ ગાર્ડન સામે, ભટાર રોડ)એ આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને જણાની ધરપકડ કરી હાઈબ્રીડ ગાંજા, મોબાઈલે અને મોપેટ મળી કુલ રૂપીયા 1,39,475નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે