XXV રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની પેરા સ્વિમર ગરિમા વ્યાસે બે ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા
- આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના 32 પેરા સ્વિમર્સની ટીમે ભાગ લીધો હતો અને 15 ગોલ્ડ, 21 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 48 મેડલ સાથે છઠ્ઠા સ્થાને રહી હતી. વડોદરા, 24 નવેમ્બર (હિ.સ.) : ગચીબોવલી હૈદરાબાદના જીએમસી બાલયોગી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજ
XXV રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની પેરા સ્વિમર ગરિમા વ્યાસે બે ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા


- આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના 32 પેરા સ્વિમર્સની ટીમે ભાગ લીધો હતો અને 15 ગોલ્ડ, 21 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 48 મેડલ સાથે છઠ્ઠા સ્થાને રહી હતી.

વડોદરા, 24 નવેમ્બર (હિ.સ.) : ગચીબોવલી હૈદરાબાદના જીએમસી બાલયોગી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી XXV રાષ્ટ્રીય પેરાસ્વિમિંગચેમ્પિયનશિપ 2025-26 માં, ગુજરાતના વડોદરાની પેરાસ્વિમર ગરિમા વ્યાસે વ્યક્તિગત ઇવેન્ટમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ અને ટીમ રિલે ઇવેન્ટમાં એક સિલ્વરઅને એક બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જ્યારે 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ 01:18.59 ના સમય સાથે તોડ્યો હતો, જેતેના અગાઉના

રેકોર્ડ 01:25.32 સામે હતો. તેણી 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં પણ રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવે છે.

ગરિમા 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં વિશ્વ રેન્કિંગમાં 29મા અને એશિયા રેન્કિંગમાં ૫માક્રમે છે, જ્યારે 100 મીટર બેકસ્ટ્રોકમાં તે વિશ્વ રેન્કિંગમાં ૩૭મા અને એશિયા રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે છે.

ગુજરાતના 32 પેરાસ્વિમર્સની ટીમેઆ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને કુલ 48 મેડલ સાથે 15 ગોલ્ડ, 21 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સાથે છઠ્ઠા ક્રમે રહી હતી.ગરીમા હાલમાં ભારતની એકમાત્ર મહિલા વ્હીલચેર યુઝર પેરાસ્વિમર છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તે

કન્સલ્ટિંગ સાયકોલોજિસ્ટ પણ છે. 2016 માં, પાવાગઢ ટેકરીઓ પર ટ્રેકિંગ દરમિયાનગરીમાને કરોડ રજ્જુમાં ઈજા થઈ હતી અને ત્યારથીતે વ્હીલચેર યુઝર છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande