
પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણામા વરલી મટકાના જુગાર પર પોલીસે દરોડો પાડયા હતા અને બે શખ્સો છે. રાણાવાવ શહેરના ગોપાલપરા વિસ્તારમાં જાહેરમા વરલી મટકના જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને સબીર કાસમ શમા નામના શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સ વરલી મટકના આંકડા પર બેટીગ લઈ જુગાર રમાડતો હતો પોલીસે રૂ.5200નો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સ હનીફ ઉફે ભોલો પ્યારઅલી પોપટીયા પાસ કપાત કરાવતો હતો આ શખ્સ સામે પણ ફરીયાદ નોંધી છે .કુતિયાણા શહેરના જાહેરપીર વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગાર પર પોલીસે દરોડો પાડયો હતો અને નયન ઉફે ચીની જમનાદાસભાઈ નામના શખ્સને ઝડપી લીધો હતો અને રૂ.970નો મુદામાલ કબ્જે કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya