
સુરત, 24 નવેમ્બર (હિ.સ.) રૂદરપુરા સાંઈબાબ મંદિર પાસે રહેતા ગેરેજવાળાની દીકરીને નજીકમાં રહેલા આલુપુરીની લારીવાળાએ પ્રેમજાળમાં ફસાવી પોતાને દેવુ થઈ ગયું છે હોવાની સ્ટોરી કરી પ્રેમીકાને તેના જ ઘરની બહાર ઉભી રાખી કબાટમાંથી 19.81 લાખના
દાગીના ચોરી કર્યા હતા. અને કોઈને વાત કરી તો ભાઈનું મર્ડર કરાવી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
બનાવ અંગે અઠવા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રુદરપુરા, સાંઈબાબા મંદિર પાસે, નવો મહોલ્લો ખાતે રહેતા અને આલુપુરીની લારી ચલાવતા મિતેશ મહેન્દ્ર કોસંબીયા એ તેના જ મહોલ્લામાં રહેતી ગેરેજવાળાની દીકરીને
પ્રેમજાળમા ફસાવી હતી. પ્રેમીકાને વિશ્વાસમાં લઈ તેના ઘરના ઘરેણા અંગેની માહિતી મેળવી લીધી હતી. ત્યારબાદ મિતેશએ 15 એપ્રિલના રોજ પ્રેમીકાને વિશ્વાસમાં લઈ મારે ઘણું દેવુ થઈ ગયું છે. તુ મને તારા ઘરમાં રહેલ કબાટની ચાવી આપ હું તને અડધા કલાકમાં પરત આપી દઈશે તેવુ કહી કબાટની ચાવી મેળવી લઈ તેની ડુપ્લીકેટ ચાવી બનાવી હતી. ત્યારબાદ 17 એપ્રિલના રોજ પ્રેમીકાનો ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી મિતેશે પ્રેમીકાને ઘરના બહાર ઉભા રહેવાનું કહી હું ઘરમાં જાઉ છું તેમ કહેતા પ્રેમીકાએ તેને ઘરમાં અંદર શુ કામ જવુ છે હોવાનુ પુછતા તેણે તું ચુપચાપ બહાર ઉભી રે, પંચાયત ન કર, મારે ઘણું દેવુ થઈ ગયું છે. હું તારા ઘરમાં રહેલા ઘરેણા કાઢીને લઈ જાઉં છું. અને તને થોડા સમયમાં મારુ દેવુ ચુકવી ઘરેણા પરત આપી દઈશ તેમ કહી કબાટમાંથી રૂપિયા 19,81,166ના મત્તાના અલગ અલગ ઘરેણા કાઢી લીધા હતા. અને જતા જતા પ્રેમીકાને આ અંગે ઘરના કોઈને પણ જાણ કરી તો તારા ભાઈનું મર્ડર કરાવી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે પ્રેમીકાના પિતાની ફરિયાદને આધારે મિતેશ કોસંબીયા સામે ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે